દરેકને શિક્ષિત થવાનો

અધિકાર છે

બધાને શિક્ષિત થવાનો

અધિકાર છે

ઓનલાઈન આમંત્રણ નોંધણી

શ્રી બૃહદ્ ગુજરાત સંસ્કૃત પરિષદ્ માં આપનું સ્વાગત છે.

સ્થાપના વર્ષ – ૧૯૪૬

સંસ્કૃતના વિદ્વાનો અને પંડિતોએ પરંપરાગત સંસ્કૃત વિદ્યાના પ્રચાર માટે અને સંસ્કૃતના પાઠશાલીય છાત્રોને સહાયભૂત થવા તથા શાલેય છાત્રોને સંસ્કૃતાભીમુખ કરવા માટે આ પરિષદ્ ની સ્થાપના કરી અને સંનિષ્ઠ રીતે દ્રઢવ્રતથી તેનું સંચાલન કરતા રહ્યા.

ગુજરાતમાં સંસ્કૃતના પ્રચાર અને પ્રસારના સ્તુત્ય ઉદ્દેશથી શરુ થયેલી આ સંસ્કૃત પરિષદે સાચા અર્થમાં તેની વૈવિધ્યપૂર્ણ અને લોકાભિમુખ પ્રવૃત્તિઓ દ્વારા તેનો સંસ્કૃત સેવાનો ઉદ્દેશ સાર્થક કર્યો છે.

પરિષદ સંસ્કૃત નાટકો રંગમંચ પર ભજવે છે. સંસ્થા વ્યાખ્યાનો, પરિસંવાદ, સંસ્કૃતમાં વક્તૃત્વ, શ્લોકગાન, સંસ્કૃત વાર્તાકથન, સંસ્કૃત નાટ્યવાચન, ગીતામુખપાઠ વગેરેની સ્પર્ધાઓ યોજે છે, જેમાં વિજયપદ્મ અને પારિતોષિકોની વ્યવસ્થા છે. આ સાથે સંસ્કૃત નાટ્યમંચન, સંસ્કૃત મંડલગાન, ( ગરબા)ની સ્પર્ધાઓ પણ યોજાય છે. સંસ્કૃત ક્લબ શરુ કરીને સંસ્કૃતના અનુરાગીઓને સંસ્કૃતાભીમુખ કરવામાં આવે છે. તે સાથે છાત્રો તથા શિક્ષકો માટે સંસ્કૃતના વર્ગો, ઓપવર્ગ, નવીકરણ વગેરે નિઃશુલ્ક યોજવામાં આવે છે. શાળાના શિક્ષકો માટે સંસ્કૃત માર્ગદર્શન કેન્દ્ર ચાલુ કરવાની પણ એક યોજના છે.

વધુ જાણો
શ્રી બૃહદ્ ગુજરાત સંસ્કૃત પરિષદ્

સદસ્યશ્રી

34

પ્રકાશન

40

પુરસ્કારો

40

પરીક્ષા પૂર્ણ કરી

5000

બ્લોગ

સ્પર્ધાઓ

સ્પર્ધાઓ

હાલમાં ફક્ત વક્તૃત્વ સ્પર્ધા અને શ્લોકગાન સ્પર્ધા ઓગષ્ટ માસમાં રાખવામાં આવે છે.

વધુ વાંચો