સ્થાપના વર્ષ – ૧૯૪૬

સંસ્કૃતના વિદ્વાનો અને પંડિતોએ પરંપરાગત સંસ્કૃત વિદ્યાના પ્રચાર અને સંસ્કૃતના પાઠશાલીય છાત્રોને સહાયભૂત થવા તથા શાલેય છાત્રોને સંસ્કૃતાભીમુખ કરવા માટે આ પરિષદની સ્થાપના કરી અને સંનિષ્ઠ રીતે દ્રઢવ્રતથી તેનું સંચાલન કરતા રહ્યા.

સંચાલન :

સમાજના વિવિધ વર્ગોના નિર્વાચિત સદસ્યો દ્વારા શ્રી બૃહદ્ ગુજરાત સંસ્કૃત પરિષદ્ કાર્ય કરી રહી છે તેના બધા જ ક્રિયાશીલ સદસ્યો પણ નિઃશુલ્ક સેવાભાવથી તેની સાથે જોડાયેલા છે. ગોસ્વામી કૃષ્ણજીવનજી મહારજ, મા. જસ્ટીસ એન.એચ. ભગવતી, મા. જસ્ટીસ એન.જી.શેલત, મા. જસ્ટીસ એમ.પી. ઠક્કર, મા. શ્રી કૃષ્ણશંકરજી શાસ્ત્રીની પ્રમુખ તરીકે દોરવણી મળી છે. મા. જસ્ટીસ એમ.એસ.પરીખ પ્રવર્તમાન પ્રમુખશ્રી છે. મા. જસ્ટીસ એન.જી. શેલત અને મા. જસ્ટીસ ડી.એ. દેસાઈનો કુલપતિશ્રી તરીકે લાભ મળેલો છે. મા. શ્રી. પરિમલ નથવાણી હાલમાં કુલપતિશ્રી તરીકે માર્ગદર્શન આપી રહ્યા છે. ગુજરાતમાં સંસ્કૃતના પ્રસાર અને પ્રચારના સ્તુત્ય ઉદ્દેશથી શરુ થયેલી આ સંસ્કૃત પરિષદે સાચા અર્થમાં તેની વૈવિધ્યપૂર્ણ અને લોકાભિમુખ પ્રવૃત્તિઓ દ્વારા તેનો સંસ્કૃત સેવાનો ઉદ્દેશ સાર્થક કર્યો છે.

- પ્રા. સુરેશચંદ્ર દવે પ્રધાનમંત્રી
શ્રી બૃહદ્ ગુજરાત સંસ્કૃત પરિષદ્