સ્પર્ધાઓ:-

પ્રતિવર્ષ સંસ્થા દ્વારા વ્યાખ્યાનમાળા, પરિસંવાદ, વક્તૃત્વસ્પર્ધા, નિબંધસ્પર્ધા, પાદપૂર્તિસ્પર્ધા, શ્લોકગાન સ્પર્ધા, વાર્તાકથન સ્પર્ધા, વેદમંત્રપાઠ સ્પર્ધા, ગીતા મુખપાઠ સ્પર્ધા, સંસ્કૃત ગરબા સ્પર્ધા તથા સંસ્કૃત નાટ્ય સ્પર્ધા આ બધી સ્પર્ધાઓ યોજવામાં આવતી હતી.

હાલમાં ફક્ત વક્તૃત્વ સ્પર્ધા અને શ્લોકગાન સ્પર્ધા ઓગષ્ટ માસમાં રાખવામાં આવે છે.

આપણી પરિષદ્ નીચેની સ્પર્ધાઓનું આયોજન કરે છે.

આ અંગેના વિજયપદ્મ તથા પારિતોષિક જે તે સ્પર્ધાને અંતે સ્પર્ધાના સ્થળે જ આપવામાં આવે છે.

પ્રત્યેક સ્પર્ધામાં નિર્ણાયકોનો નિર્ણય આખરી અને સર્વમાન્ય ગણાશે. જે તે સ્પર્ધા માટે ઓછામાં ઓછી પાંચ સ્પર્ધક શાળાઓ હોવી જરૂરી છે. આ સ્પર્ધાઓ સંસ્કૃત પરિષદ્ ના કાર્યાલયે જ યોજાય છે.

વક્તૃત્વ સ્પર્ધા :-

આ સ્પર્ધામાં ધોરણ – 9, 10 તથા ધોરણ 11, 12 માં અભ્યાસ કરતાં વધુમાં વધુ ચાર છાત્રો ભાગ લઈ શકે છે.

દરેક હરીફને 4 મિનિટનો સમય આપવામાં આવે છે. 

વક્તવ્ય સંસ્કૃત, ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજીમાં રજૂ કરી શકાશે.

પારિતોષિક :- 

આ સ્પર્ધામાં સર્વોત્તમ વક્તવ્ય રજૂ કરનાર શાળાને શેઠશ્રી કુબેરદાસ હરગોવિન્દદાસ ઇનામદાર વિજયપદ્મ આપવામાં આવે છે. વિજયપદ્મ જે તે શાળા 4 સપ્તાહ પોતાની પાસે રાખી પરિષદ્ ને પરત કરશે.

હરીફોમાં પ્રથમ સ્થાન મેળવનાર ઉત્તમ વક્તાને ધી માણેકચોક કો. ઓ. બેંક લિ. પારિતોષિક આપવામાં આવે છે. 

દ્વિતીય તથા તૃતીય સ્થાન મેળવનાર વક્તાને પરિષદ્ તરફથી પારિતોષિક આપવામાં આવે છે.

સંસ્કૃતમાં વક્તવ્ય રજૂ કરવા છતાં પારિતોષિકને પાત્ર ન થનાર વક્તાઓમાંથી એક શ્રેષ્ઠ વક્તાને વધારાનું પારિતોષિક આપવામાં આવે છે.

વિજયપદ્મ વિજેતાએ તથા સંસ્કૃતમાં વક્તવ્ય રજૂ કરનાર પારિતોષિક વિજેતાએ પોતાના વક્તવ્યની નકલ સ્પર્ધા પૂરી થયા પછી તુરંત સંસ્થાને આપવાની હોય છે.

શ્લોકગાન (મુખપાઠ) સ્પર્ધા :-

આ સ્પર્ધામાં ધોરણ – 5,6,7,8 ના છાત્રો ભાગ લઈ શકે છે.

આ સ્પર્ધામાં શાળાના હરીફ છાત્રે સંસ્કૃતના સ્વપસંદગીના શ્લોક, સ્તોત્ર અથવા મંત્રની આઠ પંક્તિઓ મૌખિક રજૂ કરવાની રહે છે.

મુખપાઠ વખતે છન્દનું વૈવિધ્ય, ગેયતા, ઉચ્ચારશુદ્ધિ તથા કંઠસ્થતા પર ધ્યાન આપવામાં આવે છે.

આ સ્પર્ધામાં જે તે શાળાના વધુમાં વધુ 4 છાત્ર ભાગ લઈ શકે છે.

પારિતોષિક :- 

સર્વોત્તમ રજૂઆત કરનાર શાળાને એડવોકેટ સ્વ. સાંકળચંદ હરગોવનદાસ પરીખ વિજયપદ્મ આપવામાં આવશે.

સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનાર હરીફને ધિ માણેકચોક કો. ઓ. બેંક લિ. પારિતોષિક એનાયત કરવામાં આવશે.

દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરનાર હરીફને ધોળકા નિવાસી જ્યોતિષાચાર્ય પં. શ્રી ફકીરભાઈ રામશંકર વ્યાસ પારિતોષિક આપવામાં આવશે.

તૃતીય સ્થાન મેળવનારને પરિષદ્ તરફથી પારિતોષિક એનાયત કરવામાં આવશે.