કેન્દ્ર:

કોઈપણ શાળા, મહાશાળા, પાઠશાળા અગર શૈક્ષણિક સંસ્થા ૨૫ આવેદનપત્ર ભરાવી પ્રબોધથી પ્રાજ્ઞ સુધીનું કેન્દ્ર મેળવી શકશે. સંસ્થાના વડા કેન્દ્રાધ્યક્ષ રહેશે અને પ્રચારક કેન્દ્ર સંચાલક રહેશે. પરીક્ષા અને નાણાકીય તમામ જવાબદારીઓ કેન્દ્રાધ્યક્ષ અને સંચાલકની સંયુક્ત રહેશે.

પુરસ્કાર :

પરીક્ષા શુલ્ક ઉપર પુરસ્કાર- ૨૫% કેન્દ્ર ખર્ચના - ૧૫% કેન્દ્ર સુવિધાના = કુલ- ૪૦% કેન્દ્ર ખર્ચમાં આવેદનપત્ર મોકલવાનો, મનીઓર્ડર, ઉત્તરપત્રો મોકલવાનો તેમજ અન્ય ટપાલ ખર્ચ, પરીક્ષા સમયે નિરીક્ષક, પટાવાળા, પાણી પાનાર વગેરે તમામ ખર્ચ આવી જાય છે. પોતાના સિવાયનું નવું કેન્દ્ર શરુ કરાવનારને પ્રથમ વર્ષના પરીક્ષાશુલ્કમાંથી પુરસ્કાર બાદ કરતા વધેલી રકમના ૧૦% પુરસ્કાર આપવામાં આવશે. આ અંગે કાર્યાલયની અગાઉથી અનુમતિ લેવી આવશ્યક છે. આ સિવાયનો કોઈ પણ વધારાનો ખર્ચ આપવામાં આવશે નહિ. પુસ્તક ઉપર પુરસ્કાર ૨૦% રૂબરૂ માટે અને, ૧૦% ટપાલથી પુસ્તક મંગાવનારને, પુરસ્કાર કાપીને એમ.ઓ. અગર ડ્રાફ્ટ મોકલવાનો રહેશે. પુસ્તકોનું વી.પી.પી. કરવામાં આવેશે નહિ. પરીક્ષાશુલ્ક તેમજ પુસ્તકમૂલ્ય વખતો વખત દર પરીક્ષા સમયે તારીખ અંગેની જાહેરાતના પરિપત્રમાં લખ્યા મુજબ જ રહેશે.

સુચના :

પરીક્ષા લેનાર કેન્દ્રએ તેમના પ્રચારક દ્વારા નામાવલી લિસ્ટ તથા હિસાબીપત્ર સંસ્થામાંથી મંગાવી લેવું અને તે પરીક્ષા પ્રમાણે વિદ્યાર્થીઓના નામ લખી તથા હિસાબીપત્રકમાં હિસાબ કરી જે તે પુરસ્કાર બાદ કર્યા પછીની જે રકમ આવે તે રકમ સંસ્થાના એકાઉન્ટમાં જમા કરાવવાની રહેશે.

જરૂર જણાય ત્યાં આપશ્રી મો. નં. 9909121163 ઉપર ફોન કરી શકશો.